Book of Common Prayer
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
દાઉદનું અનેક સ્થળોએ જવું
22 તેથી દાઉદે ત્યાંથી ભાગી જઈને અદુલ્લામની ગુફામાં આશરો લીધો, જયારે તેના ભાઈઓએ અને આખા કુટુંબે એમ સાંભળ્યું કે એ ત્યાં છે, ત્યારે તેઓ તેને ત્યાં જઈને મળ્યા. 2 માંણસો જે મુશ્કેલીમાં હતા, અથવા જેને દેવું થઈ ગયું હતું અથવા જેઓ દુ:ખી હતાં તેઓ દાઉદ સાથે જોડાવા ભેગા થયા. આશરે 400 માંણસો હતાં. અને તે એ લોકોનો આગેવાન બન્યો.
3 ત્યાથી દાઉદ મોઆબના પ્રદેશમાં મિસ્પેહ ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “યહોવા મને શું કરશે તેની મને ખબર નથી અને તેની મને જાણ થાય ત્યાં સુધી, કૃપા કરીને માંરા માંબાપને તમાંરી સાથે આવીને સુરક્ષા સાથે રહેવા દો.” 4 આમ, દાઉદે પોતાનાં માંબાપને મોઆબના રાજા સાથે રાખ્યાં અને જયાં સુધી દાઉદ સંતાતો છુપાતો રહ્યો, ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.
5 પણ ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે, “કિલ્લાની અંદર રહીશ નહિ. યહૂદાના પ્રદેશમાં જા” આથી દાઉદ કિલ્લામાંથી નીકળીને હેરેથના જંગલમાં ચાલ્યો ગયો.
અહીમેલેખના કુટુંબનો વિનાશ કરતો શાઉલ
6 અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે. 7 તેથી શાઉલે પોતાની આજુબાજુના નોકરોને કહ્યું, “સાંભળો, બિન્યામીનના માંણસો! તમે એમ માંનો છો કે યશાઇનો પુત્ર તમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપવાનો છે? તમે એમ માંનો છો કે એ તમને 1,000 કે 100 સૈનિકના અમલદાર બનાવવાનો છે? 8 તમે માંરી સામે કાવતરું કરો છો! તમાંરામાંથી કોઇ એકે મને માંરા પુત્રે યશાઈના પુત્ર સાથે કરેલ કરાર વિષે કહ્યું નથી. માંરી કોઈને પડી નથી. તમાંરામાંથી કોઈ એકે મને એ કહ્યું નહિ કે માંરા દીકરાએ દાઉદને સંતાઇને માંરા ઊપર હુમલો કરવા પ્રોત્સાહન આપ્યુ હતું. તેથી હવે માંરો સેવક દાઉદ માંરા ઊપર હુમલો કરવા સંતાયો છે.”
9 ત્યારે શાઉલના ચાકરો પાસે દોએગ અદોમી ઊભો હતો. તેણે કહ્યું, “હું નોબમાં હતો ત્યારે મેં દાઉદને અહીટૂબના પુત્ર અહીમેલેખ યાજક સાથે વાત કરતાં જોયો હતો. 10 અહીમેલેખે દાઉદ માંટે યહોવાને પ્રાર્થના કરી અને તેને ખાવાનું આપ્યું હતું અને પલિસ્તી ગોલ્યાથની તરવાર તેને આપી.”
11 શાઉલે અહીટૂબના પુત્ર અહીમેલેખને અને તેના યાજક કુટુંબીઓને નોબમાંથી બોલાવ્યા, અને તેઓ બધા રાજાની સમક્ષ હાજર થયા. 12 શાઉલે અહીમેલેખને કહ્યું, “અહીટૂબના પુત્ર, સાંભળ.”
“જેવી ધણીની આજ્ઞા.” તેણે જવાબ આપ્યો.
13 શાઉલે તેને પૂછયું, “તેં અને યશાઇના પુત્રે માંરી વિરુદ્ધ કાવતરું શા માંટે કર્યુ? તેં તેને ખાવાનું આપ્યું, તરવાર આપી અને તેના માંટે યહોવાને પ્રાર્થના પણ કરી. હવે તે સંતાઇ ગયો છે મને માંરી નાખવાની રાહમાં.”
14 અહીમેલેખે જવાબ આપ્યો, “તમાંરા બધા અમલદારોમાં દાઉદ જેવો કોઈ વફાદાર નથી; તે તમાંરો જમાંઈ છે, તમાંરા અંગરક્ષકોનો નાયક છે, અને તમાંરા દરબારમાં માંનભર્યુ સ્થાન ધરાવે છે. 15 ભૂતકાળમાં મેઁ દાઉદ માંટે પ્રાર્થના કરી હતી તેથી તે પહેલીવારની ન હતી. મેં તારી વિરુદ્ધ કંઈ કરવાનો વિચાર પણ નથી કર્યો. તેથી એના માંટે માંરે માંરો અથવા માંરા કુટુંબીનો વાંક ન કાઢવો કારણ, કે તમાંરા આ સેવકને એના વિષે કોઇ જાણ હતી નહિ.”
16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”
17 પછી રાજાએ પોતાની પાસે ઊભેલા રક્ષકોને કહ્યું, “આગળ વધો અને યહોવાના યાજકોને માંરી નાખો, કારણ કે તેઓ સર્વ દાઉદ સાથે મળી જઈ કાવતરું કરનારા છે, દાઉદ માંરી પાસેથી ભાગી જતો હતો તે તેઓ જાણતા હતા છતાં એમણે મને જાણ કરી નથી.”
પણ રાજાના સેવકો યહોવાના યાજકોના જીવ લેવા હાથ ઉગામવા તૈયાર નહોતા, 18 આથી શાઉલે અદોમી દોએગને કહ્યું, “દોએગ, તું જ યાજકોને માંરી નાખ.” તેથી દોએગે યાજકોને માંરી નાખ્યા; એ જ દિવસે તેણે તેઓમાંના 85 ને માંરી નાખ્યા. 19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યુ. શાઉલે બાળબચ્ચાં સુદ્ધાં, યાજકોના નગર નોબમાં વસતાં બધાં જ સ્ત્રી-પુરુષોની, તેમ જ બળદો, ગધેડાં અને ઘેટાંની હત્યા કરાવી.
20 પરંતુ અહીમેલેખનો એક પુત્ર અબ્યાથાર છટકી ગયો અને દાઉદને જઈ મળ્યો. 21 અબ્યાથારે શાઉલે યહોવાના યાજકોની હત્યા કર્યાની વાત દાઉદને કરી. 22 ત્યારે દાઉદે કહ્યું, “મેં તે દિવસે અદોમી દોએગને જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે એ જરૂર શાઉલને વાત કરશે, તારા કુટુંબીઓના શાઉલ દ્વારા મોત માંટે હું જવાબદાર છું. 23 તું અહીં માંરી સાથે રહે, ગભરાઈશ નહિ. જે કોઈ (શાઉલ) તારો જીવ લેવા પ્રયાસ કરે છે તે માંરો જીવ પણ લેવા મથે છે. માંરી સાથે તું સલામત છે.”
26 “મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો, ધ્યાનથી સાંભળો! આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે. 27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા! 28 ઈસુના મૃત્યુદંડ માટે તેઓને કોઇ ચોક્કસ કારણ જડ્યું નહિ પરંતુ તેઓએ પિલાતને તેને મારી નાખવા કહ્યું.
29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો. 30 પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો! 31 આ પછી ઘણા દિવસો માટે જે લોકો ગાલીલથી યરૂશાલેમ ઈસુ સાથે ગયા હતા, તેઓએ ઈસુને જોયો. તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.
32 “અમે દેવે અમારા પૂર્વજોને આપેલાં વચન વિષેની વધામણી કહીએ છીએ. 33 અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.
‘તુ મારો દીકરો છે,
આજે હું તારો પિતા થયો છું.’(A)
34 દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:
‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’(B)
35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:
‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’(C)
36 “દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો. 37 પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ. 38-39 ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે. જેમાં મૂસાનો નિયમ પણ તમને મુક્ત કરી શકે તેમ નથી. પ્રત્યેક વિશ્વાસ કરનાર ઈસુ દ્ધારા ન્યાયી ઠરે છે. 40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:
41 ‘ઓ તિરસ્કાર કરનારાઓ!
સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો;
કારણ કે તમારા સમય દરમ્યાન
હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ.
કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!’”(D)
42 જ્યારે પાઉલ અને બાર્નાબાસ સભાસ્થાન છોડતા હતા, લોકોએ પાઉલ અને બાર્નાબાસને આ પછીના બીજા વિશ્રામવારે આ વિષે વધારે કહેવા માટે ફરીથી આવવા કહ્યું. 43 સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.
19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ
(માથ. 12:22-32; લૂ. 11:14-23; 12:10)
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર
(માથ. 12:46-50; લૂ. 8:19-21)
31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.”
33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International