Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 107:33-108:13

33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
    અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
    ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
    અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
    જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
    તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
    અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
    અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
    અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
    અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
    અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
    અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

દાઉદનું ગીત.

હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
    હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
    જાગો, ઓ વીણા અને સારંગી;
    ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
    પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
    અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
    ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
    તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
    “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
    અને તેમને શખેમ
    તથા સુકકોથની ખીણ આપીશ.
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
    એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
    યહૂદિયા મારો રાજદંડ છે.
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
    અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
    હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”

10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
    અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
    હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
    અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
    એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

ગીતશાસ્ત્ર 33

હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
    શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
    સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
યહોવાના નૂતન ગીતો ગાઓ;
    વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
    તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
    પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
    અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
    અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
    અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
    અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
    જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
    તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
    તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
    ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
    સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
    અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
    બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
    તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
    અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
    અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
    અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
    અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
    અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
    કે તમારી કૃપા અમારા પર થાય.

ઉત્પત્તિ 35:1-20

બેથેલમાં યાકૂબ

35 દેવે યાકૂબને કહ્યું, “ચાલ, ઊઠ બેથેલ જા અને ત્યાં રહે. અને ત્યાં ઉપાસના માંટે વેદી બનાવ. દેવનું સ્મરણ કર. કારણ કે તું તારા ભાઈ એસાવ પાસેથી ભાગી આવ્યો ત્યારે તને દેવે દર્શન આપ્યા હતા.”

આથી યાકૂબે પોતાના પરિવારને અને પોતાની સાથેના બધા માંણસોને કહ્યું, “તમાંરી પાસે લાકડાના અને ધાતુના જે પારકા મિથ્યા દેવો હોય તેને ફેંકી દો અને તમાંરી દેહશુદ્વિ કરીને વસ્ત્રો બદલી નાખો. પછી આપણે બધા આ સ્થળને છોડીને બેથેલ જઈશું. ત્યાં હું માંરા વિપત્તિના સમયે માંરો પોકાર સાંભળનાર અને હું જયાં જયાં ગયો ત્યાં ત્યાં માંરો સાથ કરનાર દેવને માંટે હું વેદી બનાવીશ.”

આથી જે લોકોની પાસે પારકા મિથ્યા દેવો હતા, તે બધા દેવો તેમણે યાકૂબને આપી દીધા. તેઓએ પોતાના કાનોમાં પહેરેલી કડીઓ પણ યાકૂબને સોંપી દીધી. યાકૂબે આ બધી વસ્તુઓને શખેમ નગરની બાજુમાં એલોન વૃક્ષ નીચે દાટી દીધાં.

યાકૂબ અને તેના પુત્રોએ તે જગ્યા છોડી દીધી. તે ભૂમિના લોકો તેમનો પીછો કરીને તેમને માંરી નાખવા માંગતા હતા. પરંતુ તેઓ ખુબજ ભયભીત[a] હતા તેથી તેઓએ યાકૂબનો પીછો કર્યો નહિ. યાકૂબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશમાં લૂઝ એટલે કે, બેથેલ આવી પહોંચ્યા. યાકૂબે ત્યાં એક વેદી બાંધી અને તે સ્થળનું નામ તેણે “એલ-બેથેલ” પાડયું. કારણ કે તે જયારે પોતાના ભાઈ પાસેથી ભાગી નીકળ્યો હતો, ત્યારે દેવે તેને તે સ્થળે દર્શન દીધાં હતા.

રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ “રુદનનું એલોન વૃક્ષ” (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું.

યાકૂબનું નવું નામ

જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. 10 દેવે યાકૂબને કહ્યું, “તારું નામ યાકૂબ છે. પણ હવે ઇસ્રાએલ રહેશે.” આથી તેનું નામ ઇસ્રાએલ પડયું.

11 દેવે તેને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. હું તને આશીર્વાદ આપું છું, તને ઘણા સંતાનો થાઓ અને તારા વંશજો વધો. એક મહાનરાષ્ટ બનો, જાઓ તમાંરાથી બીજા રાષ્ટ તથા રાજાઓ થશે. 12 મેં ઇબ્રાહિમ અને ઇસહાકને જે વિશેષ ભૂમિ આપી હતી તે હવે હું તમને તથા તમાંરા વંશજોને આપું છું.” 13 પછી દેવ અંર્તધ્યાન થઈ ગયા. 14-15 યાકૂબે તે જગ્યા પર જયાં દેવે તેની સાથે વાત કરી હતી ત્યાં, એક સ્માંરકસ્તંભ ઊભો કર્યો અને તેના પર તેણે પેયાર્પણ અપીર્ અને તેલનો અભિષેક કર્યો. અને તે જગ્યાનું નામ બેથેલ પાડયું.

રાહેલનું અવસાન

16 યાકૂબ અને તેના માંણસોએ બેથેલ છોડયું. અને જ્યારે તેઓ એફ્રાથથી હજી થોડે અંતરે હતા ત્યાં જ રાહેલને પ્રસૂતિની પીડા શરૂ થઇ. 17 પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.”

18 પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ “બેનોની” પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ “બિન્યામીન” પાડયું.

19 આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. 20 યાકૂબે તેની કબર પર એક આધારસ્તંભ ઊભો કર્યો, અને તે આધારસ્તંભ આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે.

1 યોહાન 3:11-18

આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ

11 આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 કાઈન[a] જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.

13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ. 14 આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે. 15 પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.

16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ. 17 ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી. 18 મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોમાં અને વાતોમાં હોવો જોઈએ નહી. ના! આપણો પ્રેમ સાચો પ્રેમ હોવો જોઈએ. આપણે આપણો પ્રેમ આપણાં કાર્યો દ્વારા દર્શાવવો જોઈએ.

યોહાન 11:1-16

લાજરસનું મૃત્યુ

11 ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં. (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો. તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.” (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.) યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”

શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે. 10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”

11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”

12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.” 13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.

14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે. 15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”

16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International