Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.
1 હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે,
તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે,
તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
તેઓની સંખ્યા કેટલી મોટી છે
તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.
આસાફનું માસ્કીલ.
1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
2 હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
3 દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
4 તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
5 તેઓ જંગલનાં વૃક્ષો પર
કુહાડા ઉગામનારાઓના જેવા છે.
6 તેઓ તેનું તમામ નકશીદાર કામ
કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
8 તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
9 અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
દરિદ્રીઓ અને લાચારોને
તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
અને બરાડાઓને તમે ના વિસરશો.
સારાનું અવસાન
23 સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું. 2 સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો. 3 પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું 4 “હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”
5 હિત્તી લોકોએ ઇબ્રાહિમને જવાબ આપ્યો; 6 “શ્રીમાંન, તમે અમાંરી વચ્ચે દેવના સૌથી મહાન આગેવાનોમાંના એક છો. અમાંરી પાસે જે જગ્યા છે તેમાંથી તમને સૌથી સારી લાગે તે જગ્યા તમાંરી પત્નીને દફનાવવા લઈ શકો છો. અમાંરામાંથી કોઈ પણ તમને તમાંરી પત્નીને દફનાવવાની ના પાડે તેમ નથી.”
7 ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા. 8 ઇબ્રાહિમે તે લોકોને કહ્યું, “હું માંરી પત્નીને દફનાવું એમાં તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો મને સાંભળો, માંરા તરફથી સોહારના પુત્ર એફ્રોનને માંરા માંટે વાત કરો: 9 હું માંખ્પેલાહની ગુફા, જે તેની માંલિકીની છે તે ખરીદવા ઈચ્છું છું તે મને આપે. એ તેના ખેતરને છેડે આવેલી છે. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ. હું ઈચ્છું છું કે, તમે લોકો તેના સાક્ષી રહો કે, હું આ જમીન તમાંરી હાજરીમાં કબરસ્તાન માંટે ખરીદી રહ્યો છું.”
10 એફ્રોન તે લોકોની વચમાં જ બેઠેલો હતો. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 11 “ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.”
12 પછી ઇબ્રાહિમે હિત્તી લોકો આગળ પોતાનું માંથું નમાંવ્યું. 13 ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”
14 એફ્રોને ઇબ્રાહિમને જવાબ આપ્યો, 15 “શ્રીમાંન, માંરી વાત સાંભળો, તમાંરી અને માંરી વચ્ચે 400 શેકેલ ચાંદીની જમીનની શી વિસાત? તમે તમાંરી પત્નીને દફનાવો.” 16 ઇબ્રાહિમ સમજયો કે, એફ્રોન તેને જમીનની કિંમત કહી રહ્યો છે. એટલે હિત્તી લોકોને સાક્ષી માંનીને તે રકમ, એટલે કે, 400 શેકેલ ચાંદી, વેપારીઓના ચાલુ વજન પ્રમાંણે તોલી આપી.
17-18 આ પ્રમાંણે એફ્રોનના ખેતરનો માંલિક બદલાઈ ગયો. આમ, માંમરેની પૂર્વમાં માંખ્પેલાહમાં આવેલા એફ્રોનના ખેતર તેમાં આવેલી ગુફા તેમજ તેમાંના ઝાડનો કબજો ઇબ્રાહિમને આપ્યો, હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો. 19 એ પછી ઇબ્રાહિમે પોતાની પત્ની સારાને માંમરે (હેબ્રોન)ની નજીક આવેલા માંખ્પેલાહની ગુફામાં કનાનના પ્રદેશમાં દફનાવી. 20 પછી ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માંટે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદી લીધું. તે હવે તેની સંપત્તિ થઈ ગઈ હતી, અને તેણે તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કર્યો.
32 આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકોના વિશ્વાસની વાત કરવા બેસું તો મને એટલો સમય પણ નથી. 33 આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા. 34 આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા. 35 સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે. 36 કેટલાકની મશ્કરી કરવામાં આવી અને તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. બીજા (કેટલાએક) ને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યા. 37 તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા. જે ગરીબો હતા તેમને ખુબજ દુ:ખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો. 38 આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.
39 આ બધાજ લોકો વિશ્વાસ રાખનાર હતા. છતાં કોઈને પણ દેવનું મહાન વચન મળ્યું નહિ. 40 કેમ કે દેવે આપણને કઈક વધારે સારું આપવા નક્કી કર્યુ છે જેથી તેઓ ફક્ત આપણી સાથે જ પરિપૂર્ણ થઈ શકે.
આપણે પણ ઈસુના નમૂનાને અનુસરવું જોઈએ
12 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). 2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International