Add parallel Print Page Options

ઈસુની તેના બાર પ્રેરિતોની પસંદગી

(માથ. 10:1-4; લૂ. 6:12-16)

13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. 14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી. 15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે. 16 ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે.

સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).

17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” નામ આપ્યા);

18 આંદ્રિયા,

ફિલિપ,

બર્થોલ્મી,

માથ્થી,

થોમા,

અલ્ફીનો દીકરો યાકૂબ,

થદી તથા સિમોન કનાની તથા

19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.

Read full chapter