Add parallel Print Page Options

હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, હું તમારો દેવ યહોવા છું. હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.

“‘પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, “હું યહોવા જ તમારો દેવ છું.” પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો. પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો તે લોકો જેમની વચ્ચે વસતા હતા તેમની નજરમાં મારું નામ હલકું પડત, કારણ કે તેમના દેખતાં જ મેં જાહેર કર્યું હતું કે, હું એ લોકને મિસરમાંથી બહાર લઇ જનાર છું.

Read full chapter