Add parallel Print Page Options

31 હજી તો આ શબ્દો તે બોલતો હતો, ત્યાં તો તેણે આકાશવાણી સાંભળી, “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ સંદેશો છે: તું હવેથી આ રાજ્યનો રાજા રહ્યો નથી. 32 અને તને માણસોમાંથી હાંકી મૂકવામાં આવશે. અને તારે વગડાના પશુઓ ભેગા રહેવું પડશે અને તારે બળદની જેમ ઘાસ ખાવું પડશે. આમને આમ સાત વર્ષ વીતી જશે. આખરે તને સમજાશે કે, સૌથી ઉંચો દેવ તે છે જે લોકોના રાજ્યો ઉપર શાસન કરે છે અને જેને પસંદ કરે, તેને જે આપવું હોય તે તેને આપે છે.”

Read full chapter