Añadir traducción en paralelo Imprimir Opciones de la página

પરાજીત રાજવીઓ

12 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:

હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો. તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.

બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો; તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો.

યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.

યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો. આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા.

યરીખોનો રાજા

બેથેલની પાસેના આયનો રાજા

10 યરૂશાલેમનો રાજા

હેબ્રોનનો રાજા

11 યાર્મૂથનો રાજા

લાખીશનો રાજા

12 એગ્લોનનો રાજા

ગેઝેરનો રાજા

13 દબીરનો રાજા

ગેદેરનો રાજા

14 હોર્માંહનો રાજા

અરાદનો રાજા

15 લિબ્નાહનો રાજા

અદુલ્લામનો રાજા

16 માંક્કેદાહનો રાજા

બેથેલનો રાજા

17 તાપ્પુઆહનો રાજા

હેફેરનો રાજા

18 એફેકનો રાજા

લાશ્શારોનનો રાજા

19 માંદોનનો રાજા

હાસોરનો રાજા

20 શિમ્રોન-મરોનનો રાજા

આખ્શાફનો રાજા

21 તાઅનાખનો રાજા

મગિદ્દોનો રાજા

22 કેદેશનો રાજા

કાર્મેલમાંના યોકનઆમનો રાજા

23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા

ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા

24 તિર્સાહનો રાજા

આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.