Add parallel Print Page Options

સલોફદાહની પુત્રીઓનો વારસા હક્ક

36 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે. પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે. અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.”

આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે, સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ. ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે. જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.”

10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, 11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા. 12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો.

13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા.