Añadir traducción en paralelo Imprimir Opciones de la página

બિલ્દાદ શૂહીનો ઉત્તર

25 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું,

“દેવ કર્તા-હર્તા છે.
    તે લોકોને તેનાથી ડરે એવા.
    અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે?
    તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી.[a]
    દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.
દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ
    અને ન્યાયી માણસ કોણ છે?
દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી.
    અને પ્રકાશિત નથી.
મનુષ્ય એવો પવિત્ર નથી.
    મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”

Notas al pie

  1. 25:3 તેના … તેમ નથી દેવની સ્વર્ગની સેના તેનો અર્થ કદાચ બધા દેવદૂતો અથવા તો આકાશના સઘળા તારાઓ એમ થાય.